રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમેં તો તુલસીનું પાંદડું બિયરમાં નાખીને પીધું
ઘાસભરી ખીણમાં પડતો વરસાદ
ક્યાંક છૂટાંછવાયાં ઢોર ચરતાં
ભુલકણી આંખોનો ડોળો ફરે ને
એમ પાંદડામાં ટીપાંઓ ફરતાં.
મેં તો આબરૂના કાંકરાથી પાણીને કૂંડાળું દીધું
પાણીનાં ટીપાંથી ઝમમગતા ઘાસમાં
નભના ગોવાળિયાઓ ભમતા
ઝૂલતા કદંબના ઝાડમાંથી મોઈને
દાંડિયો બનાવીને રમતા
મેં તો વૈશ્યાના હાથને સીતાનું છૂંદણું દીધું
મેં તો તુલસીનું પાંદડું બિયરમાં નાખીને પીધું
mein to tulsinun pandaDun biyarman nakhine pidhun
ghasabhri khinman paDto warsad
kyank chhutanchhwayan Dhor chartan
bhulakni ankhono Dolo phare ne
em pandDaman tipano phartan
mein to abruna kankrathi panine kunDalun didhun
paninan tipanthi jhamamagta ghasman
nabhna gowaliyao bhamta
jhulta kadambna jhaDmanthi moine
danDiyo banawine ramta
mein to waishyana hathne sitanun chhundanun didhun

સ્રોત
- પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 109)
- સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
- પ્રકાશક : સાહિત્ય અકાદમી
- વર્ષ : 1989