sadho, phool padhrawun nijnan - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાધો, ફૂલ પધરાવું નિજનાં

sadho, phool padhrawun nijnan

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
સાધો, ફૂલ પધરાવું નિજનાં
હરીશ મીનાશ્રુ

સાધો, ફૂલ પધરાવું નિજનાં

સાવ શૂદ્રનો દેહ વિદારી વાઘા ધરીએ દ્વિજના

તુલસીદલની તરણી કરીને

કીડી તરે વૈતરણી

સામે કાંઠે નર્યો અચંબો

નહીં આભ નહીં ધરણી

ભાવ પૂછો તો શૂન્ય અહીંની સફળ ચિરંતન ચીજનાં

ડાળે ડાળે ઝૂલણા છંદે

પાનબાઈ ફરફરતાં

જળ સીંચ્યાં તો ઝારીમાંથી

ગંગાસતી ઝરમરતાં

અમે વૃક્ષમાં વસંત પ્રોવી એક્ ઝબકારે વીજના

સ્રોત

  • પુસ્તક : પદપ્રાંજલિ (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સર્જક : હરીશ મીનાશ્રુ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004