kalun gulab - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાળું ગુલાબ

kalun gulab

હર્ષદ ત્રિવેદી હર્ષદ ત્રિવેદી
કાળું ગુલાબ
હર્ષદ ત્રિવેદી

મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ,

અંધારાં આંખોમાં ઊતરી આવ્યાં કે હવે દેખું છું કાળાં હું ખવાબ!

મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.

આંગણાનાં તુલસીને પૂજવા તો જાઉં પણ અંદરથી રોકે છે કો’ઈ

માળા તો પ્હેરી છે બબ્બે સે’રોની તોય અડવાણી લાગે છે ડોક

આયનો તો પૂછે છે જુઠ્ઠા સવાલ અને માગે છે સાચા જવાબ!

મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.

સપનાં કૈં કાચની બંગડી નથી કે એને પથ્થર પર પટકું ને તોડું,

ઉંબરની બહાર કૈં દરિયો નથી કે ભાન ભૂલું ને ખળખળતી દેડું.

જુઠ્ઠા તો જુઠ્ઠા પણ ગણવાના શ્વાસ અને કરવાના સાચા હિસાબ!

મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.

સ્રોત

  • પુસ્તક : એક ખાલી નાવ (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સર્જક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1984