shejsaj chumeli hoy tun - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સ્હેજસાજ ચૂમેલી હોય તું

shejsaj chumeli hoy tun

જયેન્દ્ર શેખડીવાળા જયેન્દ્ર શેખડીવાળા
સ્હેજસાજ ચૂમેલી હોય તું
જયેન્દ્ર શેખડીવાળા

અજવાળી રાત શી અંધારા વન વચ્ચે

ક્યાંય ક્યાંક ઊભેલી હોય તું

ક્યાંક ક્યાંક કોઈ નિશાપંખીની જેમ

તને સ્હેજસાજ ચૂમેલી હોય તું

ચન્દ્રાવન ઝૂક્યું રે ઊંઘણશી આંખભેર ઝોલારે જીવતા વિજનમાં

ઝાંખો પવન થઈ અમથેરું તરતો હું હોડી લઈ ભીના સ્વજનમાં

ચંદન તલાવડીના સૂના ઓવારા પર

કોણ ફરે મ્હેક મ્હેંક મ્હેંક તું...

અજવાળી રાત શી અંધારા વન વચ્ચે

ક્યાંય ક્યાંક ઊભેલી હોય તું

ઊતર્યું આકાશ એમ આંખોમાં જેમ જાણે ટહુકો પ્રવેશ્યો રે કાનમાં

પોયણાની પાંપણ પર બેઠું છે મન જઈ કોઈ કહો કોના રે ધ્યાનમાં

ટહુકારે કોયલના ચોંકી ઊઠ્યું રે કવિ!

ઝરણે પાતાળ કૈં આભ શું

અજવાળી રાત શી અંધારા વન વચ્ચે

ક્યાંય ક્યાંક ઊભેલી હોય તું

ક્યાંક ક્યાંક કોઈ નિશાપંખીની જેમ

તને સ્હેજસાજ ચૂમેલી હોય તું

અજવાળી રાત શી અંધારા વન વચ્ચે

ક્યાંય ક્યાંક ઊભેલી હોય તું

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : જયેન્દ્ર શેખડીવાળા (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : જયેન્દ્ર શેખડીવાળા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2020