sat kaho ke bhramna - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સત કહો કે ભ્રમણા

sat kaho ke bhramna

વિમલ અગ્રાવત વિમલ અગ્રાવત
સત કહો કે ભ્રમણા
વિમલ અગ્રાવત

સત કહો કે ભ્રમણા!

આંખ મીંચું ત્યાં અજવાળાંના ફૂલ ખીલે છે નમણાં

સત કહો કે ભ્રમણા!

તિમિર ભરેલી તલાવડી ને ફરતે નહીં કોઈ પાળ ,

તળિયે તેજનાં ફણગાં ફૂટે, મૂળની મળે ભાળ,

રાત બની કૈ રમણા!

સત કહો કે ભ્રમણા

તેજ તિમિરની રંગછટાના દૃશ્યો કૈ ચીતરાતાં,

ખુલ્લી આંખે ખોવાયેલા પંખી ફરતા પાછાં,

ટહુકાં કરશે હમણા!

સત કહો કે ભ્રમણા

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ