મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;
એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.
શોક-મોહના અગ્નિ રે તપે, તેમાં તપ્ત થયાં;
નથી દેવનાં દર્શન રે કીધાં, તેમાં રક્ત રહ્યાં.
પ્રભુ સધળે વિરાજે રે, સૂજનમાં સભર ભર્યાં;
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા.
નાથ ગગનના જેવા રે, સદા મને છાઈ રહે;
નાથ વાયુની પેઠે રે, સદા મુજ ઉરમાં વહે.
જરા ઊઘડે આંખલડી રે, તો સન્મુખ તે સદા;
બ્રહ્મ બ્રહ્માંડ-અળગા રે, ઘડીયે ન થાય કદા.
પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ તેને ચેતનની?
જીવે સો વર્ષ ઘુવડ રે, ન ગમ તેાયે કંઈ દિનની,
સ્વામી સાગર સરીખા રે, નજરમાં ન માય કદી;
જીભ થાકીને વિરમે રે, ‘વિરાટ’ ‘વિરાટ’ વદી,
પેલાં દિવ્ય લોચનિયાં રે, પ્રભુ! ક્યારે ઊઘડશે?
આવાં ઘોર અંધારાં રે, પ્રભુ! ક્યારે ઊતરશે?
નાથ! એટલી અરજી રે, ઉપાડો જડ પડદા;
નેનાં! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.
આંખ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી;
એક મટકું તો માંડો રે, હૃદય ભરી નીરખો હરિ.
maran naynanni aalas re, na nirakhya harine jari;
ek matakun na manDyun re, na thariyan jhankhi kari
shok mohana agni re tape, teman tapt thayan;
nathi dewnan darshan re kidhan, teman rakt rahyan
prabhu sadhle wiraje re, sujanman sabhar bharyan;
nathi anu pan khali re, characharman ubharya
nath gaganna jewa re, sada mane chhai rahe;
nath wayuni pethe re, sada muj urman wahe
jara ughDe ankhalDi re, to sanmukh te sada;
brahm brahmanD alga re, ghaDiye na thay kada
pan prithwinan paDlo re, shi gam tene chetanni?
jiwe so warsh ghuwaD re, na gam teaye kani dinni,
swami sagar sarikha re, najarman na may kadi;
jeebh thakine wirme re, ‘wirat’ ‘wirat’ wadi,
pelan diwya lochaniyan re, prabhu! kyare ughaDshe?
awan ghor andharan re, prabhu! kyare utarshe?
nath! etli arji re, upaDo jaD paDda;
nenan! nirkho unDerun re, hariwar darse sada
ankh! aalas chhanDo re, tharo ek jhankhi kari;
ek matakun to manDo re, hriday bhari nirkho hari

સ્રોત
- પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 2 (પૃષ્ઠ ક્રમાંક 99)
- સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
- પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
- વર્ષ : 1973