shant raho ranjaDi ghoDa, shant raho - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શાંત રહો રંજાડી ઘોડા, શાંત રહો

shant raho ranjaDi ghoDa, shant raho

રાધિકા પટેલ રાધિકા પટેલ
શાંત રહો રંજાડી ઘોડા, શાંત રહો
રાધિકા પટેલ

શાંત રહો રંજાડી ઘોડા, શાંત રહો

હાવણિયા ટંકાર કર્યે અંધારા ઉતરે થોડાં ?

શાંત રહો..

દિશ દિશ ફરે અધીરા, ઉભડક ઉભડક બેઠાં ;

આકાશી વડલાએ સંઘરી રાખ્યાં ચકમક ટેટાં.

કાન સૂણી ભયભીત, ડકારી ખાધો કોણે સૂરજ ?

આકળ-વ્યાકળ આંખ શોધતી ઊંચો ઊંચો બૂરજ.

અધ્ધર ગોખે બૈઠ માયાવી કરતું ઢાંકપિછોડા,

શાંત રહો રંજાડી ઘોડા, શાંત રહો..

દ્યોત પીય ગયા સકલ આગિયાં, આવ્યાં’તા પીધોડી ;

ચટકે ચામડતોડ તણખિયાં લથડે લંગડી ઘોડી.

ઉપડ્યો છે તળવાટ ડાબલે દીધા કાળાં ડામ.

હાલકડોલક થાય સેવટી, ખરતો રે' સરંજામ.

કોટ્યૂં, કાંધી, ઘૂઘી- જેરબંધ..તૂટ્યાં પગનાં તોડાં,

શાંત રહો રંજાડી ઘોડા, શાંત રહો..

કોઈ ધુરાવી વહેંચે લંબસમ ઝગમગ ઝગમગ ફોરાં ;

એક ફલકપર ઝાકમઝોળી, ઇત્તરે કોરા કોરા.

મેઘતિમિરા પીવે શૂરા, થાતાં અધિક પ્રચૂરા ;

તેજ થતે જ્યાં ચૂરાંચૂરાં, બગડે ઔર અસૂરા.

વેળુમાં દીઠો હો ભાનુ એમ કરે રગદોડાં,

શાંત રહો રંજાડી ઘોડા, શાંત રહો..

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ