માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવીતેવી વાત નથી
manas jewo manas kshanman dhumaDo thai jay e kani jewitewi wat nathi

ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવીતેવી વાત નથી
બીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ
કાચનદીને પેલે કાંઠે કંકુ કંકણ પ્રેમ
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવીતેવી વાત નથી
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવીતેવી વાત નથી
આંગળીઓની વચ્ચે એના ગુંજ્યા કરસે પડઘા
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવીતેવી વાત નથી
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જીવીતેવી વાત નથી
સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવીતેવી વાત નથી
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવીતેવી વાત નથી
manas jewo manas kshanman dhumaDo thai jay e kani jewitewi wat nathi
gharghar ramtan palman koi purwaj thai pujay e kani jewitewi wat nathi
biti palna paDchhayane pakDi rakhe phrem
kachandine pele kanthe kanku kankan prem
tarikhiyane koi pane suraj atki jay e kani jewitewi wat nathi

anglioni wachche ena gunjya karse paDgha
humphala e sparsh twchathi shwas jay ke alga
ghaDi pahelan je ghar kahewatun diwalo kaheway e kani jewitewi wat nathi
manas jewo manas kshanman dhumaDo thai jay e kani jiwitewi wat nathi
surajno ajwas gokhman diwo thaine tharke
stabdh ubheli retshishiman ret hwe nahin sarke
pampan upar darpan jem ja ghatnao tarDay e kani jewitewi wat nathi

સ્રોત
- પુસ્તક : કાચનદીને પેલે કાંઠે (પૃષ્ઠ ક્રમાંક 48)
- સર્જક : સંદીપ ભાટિયા
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
- વર્ષ : 2008