sur vat - Geet | RekhtaGujarati

ભૂલી પન્થ ભમૂં દિનરાત રે કોઈ સન્ત બતાવોજી વાટo -ધ્રુવ.

ઉગે સુરજ વળિ આથમે એવી ન્હોતી મ્હારી મૂળ ભોમ:

જ્યોતિ અખંડ ઢગે જ્યહિં, જેનાં તેજ ઢળે વીંધી વ્યોમ : કોઈo વાટo

સંસારને ઉન્હે વાયરે થાય ઘર ઘરના દીપ ગૂલ:

જીવન અહિં એવાં વ્હેંતિયાં-મ્હારે મુલકતો અમરોનાં ફુલ : કોઈo વાટo

ઉષાને અધરે ખીલતો ને સંધ્યાને કાંઠે વિલાય:

એવા રે સ્નેહને સોણલે મ્હારું જિવતર ઝોલાં ખાય: કોઈo દિવ્ય વાટo

પગલે પગલે પાવક પરજળે ને આંખે ઠર્યો અન્ધકાર:

પામર દેહની પીઠ પડી વહી ભવરણ કેરો ભાર: હવે સન્ત દોરો સુર વાટ

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
  • પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
  • વર્ષ : 1931