sadho, aa te sat ke bhramna - Geet | RekhtaGujarati

સાધો, આ તે સત કે ભ્રમણા

sadho, aa te sat ke bhramna

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
સાધો, આ તે સત કે ભ્રમણા
હરીશ મીનાશ્રુ

સાધો, તે સત કે ભ્રમણા

એક હરિ આલો તો તરત કરી બતલાવે બમણા

પ્રેમગલીની વચ્ચે બોલાવે

કીમિયાગર કપટી

હરિમાં હું ને હુંમાં હરિ

ત્યાં ઊભાં ચપટી ચપટી

સુખની જ્યાં કોઈ મણા નહીં : સગપણનું નામ સુખમણા

હું મને ઢાંકીને

બેઠો રહું મારી પછવાડે

ઢાંકપિછોડા છોડ, હરિ

થઈ જાશે ખડા રૂંવાડે

હું ને ઊંહું કહું તો હરિ ભેટે હમણાં ને હમણાં

સ્રોત

  • પુસ્તક : પદપ્રાંજલિ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : હરીશ મીનાશ્રુ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004