blu jinsna karanDiyaman nag - Geet | RekhtaGujarati

બ્લૂ જીન્સના કરંડિયામાં નાગ

blu jinsna karanDiyaman nag

ચંદ્રકાન્ત શાહ ચંદ્રકાન્ત શાહ
બ્લૂ જીન્સના કરંડિયામાં નાગ
ચંદ્રકાન્ત શાહ

જીન્સ પહેરતાં બૉડીમાં કંઈ થાય છ્

કહું છું physiologically

એક સ્પર્શના ઘોડાપૂરમાં જીન્સ તણાતા જાય છ્

કહું છું biologically

સ્હેજ ઝળૂંબું તારા ઉપર ત્યાં બધે ગોરંભાતું એકાંત

તને ડંખવા ત્વચા કરે ફુત્કાર, આંખમાં સળવળ સળવળ સાપ

રૂને પીંજે કોઈ પીંજારો, એમ પછી તું મારામાં પીંખાય છ્‌

કહું છું metaphysically

પછી ડોકમાં અંધારું પણ કૂણાં બટકા ભરે

જીન્સ એકબીજામાં એવાં ભીંસાતાં કે પીસાતા હોઠેથી જાણે ચકમક ચકમક ઝરે

સ્તન પલાણવા અશ્વો મારા હોઠેથી ઠેકાય છ્

કહું છું geologically

બ્લુ જીન્સના કરંડિયામાં નાગ, અને તું મહુવર થઇને વાદીડાના ખેલ કરે

અંધારાથી પડે ત્વચા પર ઊભેઊભા કાપ, શ્વાસમાં તેજ લિસોટા સર સર સરે

નિતંબ યાને સૂરજનો ધગધગતો ગોળો, હથેળીઓમાં તોડુંફોડું થાય છ્

કહું છું topographically

ત્વચાના તેજ તોફાની વંઠેલા તોખાર, હવે ના ઝાલ્યા ક્યાંય ઝલાય

ગંધ છૂટતા હણહણતા ઊહકારાઓ પણ, છાતી ઉપર ધડીંગ ધડીંગ ઠોકાય

એક સામટી એકવીસ તોપું ફૂટે એવું ક્ષણભર માટે થાય છ્

કહું છું uncontrollably

ધસી આવતા ક્યાંથી કેવા કોણ બધા ભડવીર્યો

કાં હાંફે હવા પછી અંધારું ને બ્લુ જીન્સના શૂરવીર્યો

જીન્સ પહેરતાં બૉડીમાં તું સ્હેજ સ્હેજ રહી જાય છે

કહું છું all that ને additionally

પછી અચાનક બૉડીમાં ઉઘાડ પામતું ધોધમાર વરસાદ પછીનું આભ

લોથપોથ છાતી પર માથું એમ ઢળે જેમ આળસ મરડી બેસે કોઈ નવાબ

જીન્સ આખરે પંચમહાભૂતમાં જઈને વિલાય છ્

કહું છું That’s it ને eternally

જીન્સ પહેરતાં બૉડીમાં કંઈ થાય છ્

કહું છું physiologically

એક સ્પર્શના ઘોડાપૂરમાં જીન્સ તણાતા જાય છૂ

કહું છું biologically

સ્રોત

  • પુસ્તક : બ્લુ જીન્સ – બ્લૅક એન્ડ વ્હાઇટ પોએમ્સ (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સર્જક : ચંદ્રકાન્ત શાહ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2000