sakhi shyamne malyaani hons manmaan jo - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સખી શ્યામને મળ્યાની હોંસ મનમાં જો

sakhi shyamne malyaani hons manmaan jo

વિજીયાશંકર કેશવરામ ત્રિવેદી વિજીયાશંકર કેશવરામ ત્રિવેદી
સખી શ્યામને મળ્યાની હોંસ મનમાં જો
વિજીયાશંકર કેશવરામ ત્રિવેદી

સખી શ્યામને મળ્યાની હોંસ મનમાં જો;

વ્હાલાજીની વાજે વેણુ આજ વનમાં જો!–સખી૦–ટેક

એવી વાંસળી સુણીને ફુલે છાતડી જો;

આવે યાદ શરદપુનેમ કેરી રાતડી જો!–સખી શ્યામને૦

હોય પાંખ તો ઉડીને જઈયે ઘડી જો;

અરે વ્રજવધૂને પાંખ કેમ ના ઘડી જો?!–સખી શ્યામને૦

વશીકરણ ભરી વ્હાલાજીની વાંસળી જો;

સ્વર સૂણતાંમાં ઠામ રહે પાંસળી જો!–સખી શ્યામને૦

વિરહ ભર્યો મધુર મોરલીનો સૂર છે જો;

તો વિવ્હળ કરે વનીતાનાં ઊર છે જો!–સખી શ્યામને૦

સુઝે કામ કાજ નાજ કશું ઘર તણું જો;

નથી ભાન રહેતું લોક લાજને ઘણું જો!–સખી શ્યામને૦

જઈ કુંજમાં મોહનજીને ઝાંખિયે જો;

પરીપૂર્ણ આજ પ્રેમરસ ચાખિયે જો!–સખી શ્યામને૦

ખરો પ્રેમરસ ભોગિ છે છેલડા જો;

હૃદયમળમાં રમી રહ્યો અલબેલડો જો!–સખી શ્યામને૦

સખી સાથ ગોપિ મધૂવન નીસરી જો;

નિર્ખિ નટવર, ઘર કેરિ વાત વીસરી જો!–સખી શ્યામને૦

રસિકરાય કહે કેમ આવિ ગોપિકા જો;

ગોપિ કહે કહાંન જાણિ કાં કરો ટિકા જો?!–સખી શ્યામને૦

વ્હાલે ઇચ્છા કીધી પૂર્ણ વ્રજનારની જો;

બલિહારિ વિજય ન્યારિ કુંજવિહારની જો!–સખી શ્યામને૦

સ્રોત

  • પુસ્તક : વિજયવાણી (પૃષ્ઠ ક્રમાંક 268)
  • સર્જક : વિજયશંકર કેશવરામ ત્રિવેદી
  • વર્ષ : 1882