રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોભિખારણ ગીત મઝાનું ગાય,
આંખે ઝળઝળિયાં આવે ને અમૃત કાનોમાં રેડાય,
ભિખારણ ગીત મઝાનું ગાય.
‘મારા પરભૂ મને મંગાવી આપજે સોના-રૂપાનાં બેડલાં,
સાથ સૈયર હું તો પાણીએ જાઉં, ઊડે આભે સાળુના છેડલાં.’
એના કરમાંહે છે માત્ર,
ભાંગ્યું-તૂટ્યું ભિક્ષાપાત્ર.
એને અંતર બળતી લા’ય;
ઊંડી આંખોમાં દેખાય.
એને કંઠે રમતું ગાણું, એને હૈયું દમતી હાય,
ભિખારણ ગીત મઝાનું ગાય.
‘મારા પરભૂ મને મંગાવી આપજે અતલસ અંબરનાં ચીર,
પેરી-ઓઢીને મારે ના'વા જવું છે ગંગા-જમનાને તીર.'
એના કમખે સો સો લીરા,
માથે ઊડતા ઓઢણ-ચીરા.
એની લળતી ઢળતી કાય;
કેમે ઢાંકી ના ઢંકાય.
ગાતી ઊંચે ઊંચે સાદે ત્યારે ઘાંટો બેસી જાય,
ભિખારણ ગીત મઝાનું ગાય.
‘શરદ પૂનમનો ચાંદો પરભુ મારે અંબોડે ગૂંથી તું આપ,
મારે કપાળે ઓલી લાલ લાલ આડશ ઉષાની થાપી તું આપ’
એના શિર પર અવળી આડી,
જાણે ઊગી જંગલ-ઝાડી.
વાયુ ફાગણનો વિંઝાય;
માથું ધૂળ વડે ઢંકાય.
એના વાળે વાળે જૂઓ બબ્બે હાથે ખણતી જાય,
ભિખારણ ગીત મઝાનું ગાય.
‘સોળે શણગાર સજી આવું પરભૂ મને જોવાને ધરતી પર આવજે,
મુજમાં સમાએલ તારા સ્વરૂપને નવલખ તારાએ વધાવજે.'
એનો ભક્તિ - ભીનો સાદ,
દેતો મીરાં કેરી યાદ,
એની શ્રદ્ધા, એનું ગીત,
એનો પરભૂ, એની પ્રીત.
એની અણસમજી ઇચ્છાઓ જાણે હૈયું કોરી ખાય,
આંખે ઝળઝળિયાં આવે ને અમૃત કાનોમાં રેડાય,
ભિખારણ ગીત મઝાનું ગાય.
bhikharan geet majhanun gay,
ankhe jhalajhaliyan aawe ne amrit kanoman reDay,
bhikharan geet majhanun gay
‘mara parbhu mane mangawi aapje sona rupanan beDlan,
sath saiyar hun to paniye jaun, uDe aabhe saluna chheDlan ’
ena karmanhe chhe matr,
bhangyun tutyun bhikshapatr
ene antar balti la’ya;
unDi ankhoman dekhay
ene kanthe ramatun ganun, ene haiyun damti hay,
bhikharan geet majhanun gay
‘mara parbhu mane mangawi aapje atlas ambarnan cheer,
peri oDhine mare nawa jawun chhe ganga jamnane teer
ena kamkhe so so lira,
mathe uDta oDhan chira
eni lalti Dhalti kay;
keme Dhanki na Dhankay
gati unche unche sade tyare ghanto besi jay,
bhikharan geet majhanun gay
‘sharad punamno chando parabhu mare amboDe gunthi tun aap,
mare kapale oli lal lal aDash ushani thapi tun aap’
ena shir par awli aaDi,
jane ugi jangal jhaDi
wayu phaganno winjhay;
mathun dhool waDe Dhankay
ena wale wale juo babbe hathe khanti jay,
bhikharan geet majhanun gay
‘sole shangar saji awun parbhu mane jowane dharti par aawje,
mujman samayel tara swrupne nawlakh taraye wadhawje
eno bhakti bhino sad,
deto miran keri yaad,
eni shraddha, enun geet,
eno parbhu, eni preet
eni anasamji ichchhao jane haiyun kori khay,

સ્રોત
- પુસ્તક : હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે (પૃષ્ઠ ક્રમાંક 32)
- સંપાદક : ભગવતીકુમાર શર્મા, રવીન્દ્ર પારેખ
- પ્રકાશક : વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર
- વર્ષ : 2009