રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોખીલ્યા ખીલ્યા પારિજાતની તળે,
હવે સવાર આ ભીનું ભીનું ગળે.
ધુમ્મસ શાં આછાં દૃગથી હું જોઉં,
અને થતું: ધુમ્મસમાં મુજને ખોઉં.
હવે હોઠ આ ધુમ્મસ, ગાલ આ ધુમ્મસ,
ધુમ્મસ ધુમ્મસ નાકકાન આ ધુમ્મસ,
ધુમ્મસ વચ્ચે પારિજાતની સુવાસ ધુમ્મસ,
નભની તો શી વાત કરું જ્યાં હવાય ધુમ્મસ.
પારિજાતની લઈ કેસરી દાંડી,
કિરણોએ ઘર ઘરની ક્રીડા માંડી,
ખીલ્યા ખીલ્યા પારિજાતની તળે,
હવે સવાર આ ભીનું ભીનુ ગળે.
khilya khilya parijatni tale,
hwe sawar aa bhinun bhinun gale
dhummas shan achhan drigthi hun joun,
ane thatunh dhummasman mujne khoun
hwe hoth aa dhummas, gal aa dhummas,
dhummas dhummas nakkan aa dhummas,
dhummas wachche parijatni suwas dhummas,
nabhni to shi wat karun jyan haway dhummas
parijatni lai kesari danDi,
kirnoe ghar gharni kriDa manDi,
khilya khilya parijatni tale,
hwe sawar aa bhinun bhinu gale
khilya khilya parijatni tale,
hwe sawar aa bhinun bhinun gale
dhummas shan achhan drigthi hun joun,
ane thatunh dhummasman mujne khoun
hwe hoth aa dhummas, gal aa dhummas,
dhummas dhummas nakkan aa dhummas,
dhummas wachche parijatni suwas dhummas,
nabhni to shi wat karun jyan haway dhummas
parijatni lai kesari danDi,
kirnoe ghar gharni kriDa manDi,
khilya khilya parijatni tale,
hwe sawar aa bhinun bhinu gale
સ્રોત
- પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 2 (પૃષ્ઠ ક્રમાંક 215)
- સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
- પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
- વર્ષ : 1973