રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
સવાર
savar
ગીતા પરીખ
Gita Parikh
રોજ ઊઠું ને નવી સવાર,
અહો કશો નિતનવ સંચાર! —રોજ...
એ જ પૃથ્વીની ગતિ એ જ ને
એ જ દિશા ઊગમણી,
પ્રભાતને આભે છલકાયે
એ જ રંગ ઊજવણી;
પણ ઝીલનારે અંતર જાગે
નિત કેવો અભિનવ ઉદ્ગાર! —રોજ...
શિશુ – સુકોમલ હાસ્ય સરીખો
પીઉં પ્રથમ પ્રકાશ,
પંખીગણને સૂરે સૂરે
ઊડે ઉર – ઉલ્લાસ,
ઝાકળને જલ નાહી નવો શો
નિત્ય ધરા ધરતી અવતાર! —રોજ...
રોજ ઊઠું ને નવી સવાર;
નવ-પરિચિત શી એ જ જિંદગી
પ્રભાતને ઉષ્મા – અણસાર! —રોજ...
સ્રોત
- પુસ્તક : કાવ્યગુર્જરી (પૃષ્ઠ ક્રમાંક 76)
- પ્રકાશક : મધુસૂદન વૈદ્ય, આચાર્ય, મ. મા. પ્યુપિલ્સ ઓન સ્કૂલ
- વર્ષ : 1964