રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોખુલ્લી તલવાર જેવી છોકરી સવારના ખુલ્લા અજવાળામાં...
જનોઈવઢ્ઢ ધ્રાસ્કો પડ્યો કે હાથ ક્યાં છે
તો લોહી કહે : કલરવમાં ઓગળી ગયા છે
જનોઈવઢ્ઢ ધ્રાસ્કો પડ્યો કે લોહી શું છે
તો શ્વાસ કહે: પાંખ વીંઝતું પતંગિયું છે
જનોઈવઢ્ઢ ધ્રાસ્કો પડયો કે શ્વાસ એટલે...
...તો નદીઓનું ઝુંડ લચી આવવું ઉનાળામાં....
ખલ્લાસ.... હવે પોપટને કેમ કહું લીલો
કે આંખો છે ખંડણીમાં ચૂકવેલ કિલ્લો
ખલ્લાસ... એક છાંયડો ખડિંગ દઈ ભાંગ્યો
ને ધબકારો ચાંદરણું-ચાંદરણું લાગ્યો
ખલ્લાસ... હવે કોણ કહે ખમ્મા એ જીવને-
... જે મને મૂકી લપસ્યો છે લાગલો કૂંડાળામાં...
(૧૩-૧૧-'૭૭ / રવિ)
khulli talwar jewi chhokri sawarna khulla ajwalaman
janoiwaDhDh dhrasko paDyo ke hath kyan chhe
to lohi kahe ha kalarawman ogli gaya chhe
janoiwaDhDh dhrasko paDyo ke lohi shun chhe
to shwas kaheh pankh winjhatun patangiyun chhe
janoiwaDhDh dhrasko paDyo ke shwas etle
to nadionun jhunD lachi awawun unalaman
khallas hwe popatne kem kahun lilo
ke ankho chhe khanDniman chukwel killo
khallas ek chhanyDo khaDing dai bhangyo
ne dhabkaro chandarnun chandaranun lagyo
khallas hwe kon kahe khamma e jiwne
je mane muki lapasyo chhe laglo kunDalaman
(13 11 77 / rawi)

સ્રોત
- પુસ્તક : છ અક્ષરનું નામ (પૃષ્ઠ ક્રમાંક 170)
- સર્જક : રમેશ પારેખ
- પ્રકાશક : પ્રવીણ પબ્લિકેશન
- વર્ષ : 2014
- આવૃત્તિ : 6