saraswati wandna - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સરસ્વતી વંદના

saraswati wandna

ભાગ્યેશ જહા ભાગ્યેશ જહા
સરસ્વતી વંદના
ભાગ્યેશ જહા

પ્રણમું પરમ કવિતા,

નિત્ય નિરંતર નિર્મળ વહેતી,

સરસ્વતી શતરૂપા...

પૂર્વ દિશાના લયમાં ખીલ્યાં,

મંગલગાન મગનમન ઝીલ્યાં,

પવનપંક્તિ લસલસતી...

દૂરદૂર દુર્લભ નભવગડે,

ચક્ષુ ચિત્તના ચરમ સમીપે,

સરિતાસુધા સરસરતી...

ભૂતળભાષા વ્યોમવત્સલા,

મંદિર મૂળમાં અર્થશ્યામલા,

શબ્દધજા ફરફરતી...

વિશ્વશબ્દની વિદ્યુતશિખા,

પુષ્પપરાગે પુણ્યપ્રકમ્પા,

વાસંતી મન વસતી...

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ (પૃષ્ઠ ક્રમાંક 133)
  • સંપાદક : દિપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન
  • વર્ષ : 2023