રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોલાગ્યો કસુંબીનો રંગ-
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!
જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. -રાજ.
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસૂંબીનો રંગ;
ભિષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ. -રાજ.
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ. -રાજ.
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ. -રાજ.
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ. -રાજ.
પીડિતની આંસુડાધારે-હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિ:શ્વાસે નિઃશ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ. -રાજ.
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ. -રાજ.
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા: રંગીલાં હો!
પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં: ટેકીલાં હો!
લેજો કસુંબીનો રંગ!-રાજ.
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ-
લાગ્યો કસુંબીનો રંગ.
(1934)
lagyo kasumbino rang
raj, mane lagyo kasumbino rang!
jannina haiyaman poDhantan poDhantan
pidho kasumbino rang;
dholan dhawan keri dharaye dharaye
pamyo kasumbino rang raj
bahenine kanthe nitartan halarDanman
gholyo kasumbino rang;
bhishan ratri kera pahaDoni traDoe
cholyo kasumbino rang raj
duniyana wironan lilan balidanoman
bhabhakyo kasumbino rang;
sagarne pare swadhintani kabroman
mahekyo kasumbino rang raj
bhaktona tamburthi tapkelo mastibhar
chakhyo kasumbino rang;
wahali dildarana pagni meindi parthi
chumyo kasumbino rang raj
nawli duniya keran swapnoman kawioe
gayo kasumbino rang;
muktine kyare nij rakto reDanhare
payo kasumbino rang raj
piDitni ansuDadhare hahakare
relyo kasumbino rang;
shahidona dhagadhagta nihashwase nishwase
salagyo kasumbino rang raj
dhartinan bhukhyan kangalone gale
chhalkayo kasumbino rang;
bismil betaoni matane bhale
malkayo kasumbino rang raj
gholi gholi pyala bhariyah rangilan ho!
pijo kasumbino rang;
dorangan dekhine Dariyanh tekilan ho!
lejo kasumbino rang! raj
raj, mane lagyo kasumbino rang
lagyo kasumbino rang
(1934)
lagyo kasumbino rang
raj, mane lagyo kasumbino rang!
jannina haiyaman poDhantan poDhantan
pidho kasumbino rang;
dholan dhawan keri dharaye dharaye
pamyo kasumbino rang raj
bahenine kanthe nitartan halarDanman
gholyo kasumbino rang;
bhishan ratri kera pahaDoni traDoe
cholyo kasumbino rang raj
duniyana wironan lilan balidanoman
bhabhakyo kasumbino rang;
sagarne pare swadhintani kabroman
mahekyo kasumbino rang raj
bhaktona tamburthi tapkelo mastibhar
chakhyo kasumbino rang;
wahali dildarana pagni meindi parthi
chumyo kasumbino rang raj
nawli duniya keran swapnoman kawioe
gayo kasumbino rang;
muktine kyare nij rakto reDanhare
payo kasumbino rang raj
piDitni ansuDadhare hahakare
relyo kasumbino rang;
shahidona dhagadhagta nihashwase nishwase
salagyo kasumbino rang raj
dhartinan bhukhyan kangalone gale
chhalkayo kasumbino rang;
bismil betaoni matane bhale
malkayo kasumbino rang raj
gholi gholi pyala bhariyah rangilan ho!
pijo kasumbino rang;
dorangan dekhine Dariyanh tekilan ho!
lejo kasumbino rang! raj
raj, mane lagyo kasumbino rang
lagyo kasumbino rang
(1934)
સ્રોત
- પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 5)
- સર્જક : જયંત મેઘાણી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1997