hariman homyo mein sansar - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હરિમાં હોમ્યો મેં સંસાર

hariman homyo mein sansar

મુકુન્દરાય પારાશર્ય મુકુન્દરાય પારાશર્ય
હરિમાં હોમ્યો મેં સંસાર
મુકુન્દરાય પારાશર્ય

હરિમાં હોમ્યો મેં સંસાર ને,

એની ડિલે ચોળી રાખ.

જીવ્યો રાખીને શેની ઝંખના,

એનો અંતર્યામી શાખ. હરિમાંo

હરિનું ગણીને મેં જાળવ્યું,

સઘળું ધર્યું હરિને પાય.

હતું જે જેનું તેનું થઈ રહ્યું,

મારે હરખ માય. હરિમાંo

હરિએ સ્વીકાર્યો સંસારને,

મારે શિરે મૂકયો હાથ.

ભરાયાં લોચન જયાં મેં ઊંચકયાં

જોયા મલકાતા નાથ. હરિમાંo

હતું શું ભુલાયું આનંદમાં,

સઘળું થયુ ત્રિણ આવાસ.

ગેારંભી વરસ્યું આખું આભ જયાં

લાગી ચાતકને પ્યાસ

હરિમાં હોમ્યો મેં સંસારને.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983