બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા
સાંજ પડે ને ઝાલરટાણે તારે મંદિરિયેથી છોને નીકળવાનું થાતું,
મારી સામું તું જુએ ના તારી સામે નત મસ્તકથી મારે ના જોવાતું!
આંખ જરા જો બારી લગ પહોંચે તો ખાલી નજરે પડતા રંગબેરંગી સળિયા
બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા.
મારા પગ પર ઊભા રે’વું મારાથી ન બનતું કેવો થાક લઈને જીવું,
મારી ઉપર રોજે આખું આભ તૂટે છે જન્મારાનો વાંક લઈને જીવું!
જાત ગળાતાં વાર હવે શી હોવાનો અણસાર લઈને અરમાનો ઓગળિયા
બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા.
biDina ek thunthe tamne sambharun shamaliya
sanj paDe ne jhalartane tare mandiriyethi chhone nikalwanun thatun,
mari samun tun jue na tari same nat mastakthi mare na jowatun!
ankh jara jo bari lag pahonche to khali najre paDta rangberangi saliya

mara pag par ubha re’wun marathi na banatun kewo thak laine jiwun,
mari upar roje akhun aabh tute chhe janmarano wank laine jiwun!
jat galatan war hwe shi howano ansar laine armano ogaliya

સ્રોત
- પુસ્તક : શબ્દસૃષ્ટિ - ડિસેમ્બર 2008 (પૃષ્ઠ ક્રમાંક 14)
- સંપાદક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2008