shrawanni sanjno taDko - Geet | RekhtaGujarati

શ્રાવણની સાંજનો તડકો

shrawanni sanjno taDko

પ્રિયકાન્ત મણિયાર પ્રિયકાન્ત મણિયાર
શ્રાવણની સાંજનો તડકો
પ્રિયકાન્ત મણિયાર

શ્રાવણની સાંજનો તડકો ઢોળાયો, મારા ચોકમાં,

જાણે હેમનો સોહાયો હાર ગવરી તે ગાયની ડોકમાં.

આવ્યા અતિથિ હો દૂરના કો દેશથી એવો સમીર તો ચૂપ,

તોય રે લજાઈ ને ક્યાંકથી રે આવતાં મંજરીનાં મ્હેંક મ્હેંકરૂપ;

સૂરને આલાપતી ઘડીએ ઘેરાય શું વાંસળીને વેહ કોક કોકમાં –શ્રાo

આથમણાં આભમાં કોઈ જાણે રેલતું અંતરના તેજનો સોહાગ,

વાદળની વેલ્યને ફૂટ્યાં રે ફૂલડાં જાણે અનંગનો બાગ;

રજનીના રંગનો અણસારો આવતા આભના રાતા હિંગળોકમાં.-શ્રાo

સ્રોત

  • પુસ્તક : પ્રતીક (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : પ્રિયકાન્ત મણિયાર
  • પ્રકાશક : સ્વાતિ પ્રકાશન
  • વર્ષ : 1964
  • આવૃત્તિ : 2