રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમારા ફળીનાં ઝાડવાં બે હતાં કરતાં એક દિ’ વાતો!
એક કહે: હદ થાય હવે, નહીં ભાંડુ વિજોગ ખમાતો!
ચાલને, આંહીંથી ચાલતાં થાયેં
આઘાં આઘાં વંનમાં જાયેં
બીજું કહે: એમાં જીવનું જોખમ, નિત આવે કઠિયારા,
આવી ઓચિંતાના ચલવે આપણા પર કુઠારના મારા;
જોકે મરવું કોઈ ન ટાળે,
તો યે મરવું શીદ અકાળે?
પે’લું કહે: અહીં દન ખૂટે તો પાછી ન ખૂટે રાત;
અહીં અટૂલું એકલું લાગે, તહી તો આપણી નાત!
ચાલને, આપણે ચાલતાં થાયેં
આઘાં આઘાં વનમાં જાયેં!
બીજું કહે: જેણે જાત ઘસીને આપણને જળ પાયાં,
એમને ક્યારે આપશું આપણાં ફળ ને આપણી છાયા?!
હું તો કહું: અહીં રોકાઈ જાયેં,
એના ચૂલામાં ઈંધણાં થાયેં!
mara phalinan jhaDwan be hatan kartan ek di’ wato!
ek kaheh had thay hwe, nahin bhanDu wijog khamato!
chalne, anhinthi chaltan thayen
aghan aghan wannman jayen
bijun kaheh eman jiwanun jokham, nit aawe kathiyara,
awi ochintana chalwe aapna par kutharna mara;
joke marawun koi na tale,
to ye marawun sheed akale?
pe’lun kaheh ahin dan khute to pachhi na khute raat;
ahin atulun ekalun lage, tahi to aapni nat!
chalne, aapne chaltan thayen
aghan aghan wanman jayen!
bijun kaheh jene jat ghasine apanne jal payan,
emne kyare apashun apnan phal ne aapni chhaya?!
hun to kahunh ahin rokai jayen,
ena chulaman indhnan thayen!

સ્રોત
- પુસ્તક : વનશ્રી (પૃષ્ઠ ક્રમાંક 20)
- સર્જક : દેવજી રા. મોઢા
- પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
- વર્ષ : 1963