હરિનો સંગ
harino sang
મલયાનિલ
Malyanil

સ્વજન, મ્હને ચડિયા નેહના રંગ: (૨)
ગુલાબી જો ને વીંટળાઈ અંગો અંગ! –ટેક
કવિતા સ્ફુરે છે કંઈ, ઉરે ઉર રહે નહીં,
વહી જતી પ્રતિભા અનંગ: સ્વજન મ્હનેo
વિકસે છે નેણ મ્હારી, કરણે શક્તિ પ્રસારી,
દેહ આજ ઊઘડ્યો અનન્ત: સ્વજન મ્હનેo
વહે છે ને નીતરે છે અંગથી અખંડ રંગ,
એ તો ભાઈ હરિ કેરા સંગ! સ્વજન મ્હનેo



સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 76)
- સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1931