salimmamu ke bhanje ka geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સલીમમામુ કે ભાંજે કા ગીત

salimmamu ke bhanje ka geet

વિરલ શુક્લ વિરલ શુક્લ
સલીમમામુ કે ભાંજે કા ગીત
વિરલ શુક્લ

ઐસે કઈ બેડી નો તૂટે...

માણસુ તો બોલે કે માલમ હૈ બુઢ્ઢા પણ ઐસે કુવ્વત થોડી ખૂટે?

દરિયે કી બીક તું બતાવતા હૈ ખારવે કુ દરિયે તો જોયે હૈ લાટ,

માલમ કી મોબત મેં પલળેલી પય્ડી હૈ દરિયે કી એક એક વાટ;

અલ્લાબેલી કી કરે ઐસી અવાજ, મોજ દરિયા ભી રાત રાત લૂંટે...

માલમ કી સાંસુ કે હારે હી ચલતે હી દરિયા કે મોજ કી મસ્તી,

માલમ શઢ ખેંચે તો દેખણૈ કુ કુદતી હૈ મચ્છી કી આખ્ખીયે બસ્તી;

માલમ કી આંખું કે અજવાળે ઐસે કી દીવાદાંડી ભી ઉસે લૂંટે...

માલમ કા અબ્બુ ભી માલમ મેં માલમ થા પાંચ હાથ પૂરા માટી,

અબ્બુને વ્હાણ કી હી પેનું બનાય્વી ઔર આખ્ખાયે દરિયા કી પાટી;

લેસન કા પાક્કા વો માલમ ફિર પાટી પે બારાખડી બાર બાર ઘૂંટે...

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ- ડિસેમ્બર 2023 (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સર્જક : વિરલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી