sadho, hariwarna halkara - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાધો, હરિવરના હલકારા

sadho, hariwarna halkara

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
સાધો, હરિવરના હલકારા
હરીશ મીનાશ્રુ

સાધો, હરિવરના હલકારા

સાંઢણીએ ચઢી હલકથી આવે, લઈ ચલે બાવન બ્હારા.

અમે સંતના સોબતિયા

નહીં જાદુગર કે જોશી

ગુજરાતી ભાષાના નાતે

નરસિંહના પાડોશી

એની સંગે પરમસ્નેહથી વાડકીના વ્યવહારા

ભાષા તો પળમાં જોગણ

ને પળમાં ભયી સુહાગી

શબદ એક અંતર ઝકઝોરે

ગયા અમે પણ જાગી.

જાગીને જોઉ તો જગત્ દીસે નહીં રે દોબારા

સ્રોત

  • પુસ્તક : પદપ્રાંજલિ (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સર્જક : હરીશ મીનાશ્રુ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004