sadho, aa shun madira chakhe - Geet | RekhtaGujarati

સાધો, આ શું મદિરા ચાખે

sadho, aa shun madira chakhe

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
સાધો, આ શું મદિરા ચાખે
હરીશ મીનાશ્રુ

સાધો, એ શું મદિરા ચાખે

દરાખનો જે મરમ ભૂલીને વળગ્યો જઈ રુદરાખે

નભ આલિંગન લિયે નિરંતર

તો ય વિહગ બૈરાગી

ભગવામાં યે ભરત ભરીને

સોહે તે અનુરાગી

એક અજાયબ મુફલિસ દેખ્યો જેને લેખાં લાખે

તુલાવિધિ મુરશિદની કરવા

મળે જો એક તરાજુ

સવા વાલ થઈ પડખેના

પલ્લામાં હું જ બિરાજુ

ના ઊકલે એ કોઈ ઉખાણે, ના પરખાય પલાખે

સ્રોત

  • પુસ્તક : પદપ્રાંજલિ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સર્જક : હરીશ મીનાશ્રુ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004