dhagadhagatun ran malyun - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધગધગતું રણ મળ્યું

dhagadhagatun ran malyun

રમણીક સોમેશ્વર રમણીક સોમેશ્વર
ધગધગતું રણ મળ્યું
રમણીક સોમેશ્વર

ધગધગતું રણ મળ્યું

ચડી ઊંટની પીઠ ઉપર આકાશ આંખમાં ભર્યું

અમને ધગધગતું રણ મળ્યું

કેમ કરીને આપું ઓળખ

અમે રેતના ઢૂવા

વણઝારાની પોઠ માગતી

રણની વચ્ચે કૂવા

સૂકા ઘાસની સળી જેમ જીવતર આખું સર્યું

અમને ધગધગતું રણ મળ્યું

મળ્યા દિવસના તાપ

રાતનું ટાઢોડું, સન્નાટો

પ્રલંબ રેતીના પટ વચ્ચે

ક્યાં મારગ, ક્યાં ફાંટો

દરિયો આખો માગ્યો, ત્યારે બુંદ એક ઝરમર્યું

અમને ધગધગતું રણ મળ્યું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 1998 (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : જયદેવ શુક્લ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2001