ek shishiman - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક શીશીમાં

ek shishiman

પ્રફુલ્લ પંડ્યા પ્રફુલ્લ પંડ્યા
એક શીશીમાં
પ્રફુલ્લ પંડ્યા

એક શીશીમાં પૂરી ઘુમાડો હાથથી એનો ઘા કરીએ ને ભીંત ફૂટે તો

માની લઈએ એક સદીનું મોત થશે સાચું!

ભીંત ફૂટતાં રામ નીકળે કોઈ મૂરખનું નામ નીકળે

અને અશ્વના રસ્તા જેવું દૃશ્ય સમયનું સાફ નીકળે

એક ઝાડનાં પાંદ સમા મનને ઓળંગી આગળ વધતા

પવનદેવને અઘવચ્ચેથી કૈંક વરસની હાંફ નીકળે!

એક શીશીમાં પૂરી હાંફને હાથથી એનો ઘા કરીએ ને આભ

ફૂટે તો માની લઈએ એક નદીનું મોત થશે સાચું!

એક નદી ચાલી જાશે તો એક માણસને તરસ લાગશે.

નગર નગર અંધાપે બળશે અને આભમાં ઋષિ બોલશે ઓમ

ધરતી પર રહેતા સૌને હસવા જેવું કૈંક હશે તો

ઊલટસૂલટના તેજલિસોટે ફૂટશે તમને નવું તપસ્વી જોમ.

એક શીશીમાં પૂરી જોમને હાથથી એનો ઘા કરીએ ને

જીવ ફૂટે તો માની લઈએ એક ક્ષતિનું મોત થશે સાચું?

સ્રોત

  • પુસ્તક : લયનાં ઝાંઝર વાગે (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લિ.
  • વર્ષ : 2021