ek kunwarun geet - Geet | RekhtaGujarati

એક કુંવારું ગીત...

ek kunwarun geet

મધુકાન્ત કલ્પિત મધુકાન્ત કલ્પિત
એક કુંવારું ગીત...
મધુકાન્ત કલ્પિત

અમથો એવો જીવ તે બળ્યું

કાંઈ કર્યું ના જપ વળ એકલી બેઠી ખટકો કરું...

આંમ તો જાંણે ચેટલું મળ્યાં હોય

બળ્યું ડિલ આખામાં હૈંચક હૈંચક થાય,

એવું કાંઈ છાપરી હેડણ વાય છે તાણં—

ભાદરવાના તૂર શૅઢેથી શેંગ તોડું નં

પાંદડા લળી લેંચૂક લેંચૂક વાય,

એવું બઈ તાપણી કનં થાય છે તાણં—

થાય આખી સેંમ ખુંદી નં

વાડની પાંહણ આંતરું બધાં મોયડાં

પછી ઘોંઘી ઘોંઘી લોલ પેંછાંમા ચટકો ભરું...

દાતેડાના ઝાટકે વાઢું હાથ

બળ્યું જો ઈંમ કર્યુ

હથેળિઓ જોયાની કશેં દબજ્યા ટળં;

આંશમાં આખો દન ઉજી આથમતાં

અજવાળાં ઘોંચું,

ઢળતો સૂરજ હાચવ્યાના જો ઓરતા મળં.

ચાંય માંનીનું મનેખ અલા હોય

તો બળી રામલીલામાં ભાળી નં શરમંણી એવો લટકો કરું...

સ્રોત

  • પુસ્તક : કેસરિયા ટશરનું આકાશ (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : મધુકાન્ત કલ્પિત
  • પ્રકાશક : નવોદિત લેખક સહકારી પ્રકાશન
  • વર્ષ : 1979