haa paadun! naa paadun! - Geet | RekhtaGujarati

હા પાડું! ના પાડું!

haa paadun! naa paadun!

ભાસ્કર વોરા ભાસ્કર વોરા
હા પાડું! ના પાડું!
ભાસ્કર વોરા

રંગભીના ભમરાને કહો ને

કેમ કરી ઉડાડું?

ફૂલ ફટાયો પજવે મુજને

ના પાડું! હા પાડું!

પ્રીતભર્યાં સરવરનાં નીરે

ગળાબૂડ ઊભી જ્યાં ધીરે,

ઘૂંઘટ ખેંચી લજવે મુજને

ના પાડું! હા પાડું!

ઉરકમળને કોરીકોરી

ગુનગુનતો ગાતો રસહોરી,

રૂપ રસીલો રીઝવે મુજને

ના પાડું! હા પાડું!

સ્રોત

  • પુસ્તક : તારે રે દરબાર (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સર્જક : ભાસ્કર વ્હોરા
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2007