રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવ્હાલપનું નામ એ તો મધમીઠું નામ
એને બોલું તો કેમ કરી બોલું?.....…
ઉરનું આ દ્વાર એ તો પ્રીતમનું ધામ
એને ખોલું તો કેમ કરી ખોલું?......
તમે બોલ્યાં જ્યાં નામ હું તો ભૂલી પડી;
હું તો શમણાંમાં ક્યાંક ક્યાંક ઘૂમી વળી;
અરે! મનથી એ નામ મીઠું ચૂમી વળી!
સોનાનું નામ મારું પાડેલું નામ.
એને બોલું તો કેમ કરી બોલું?.....…
મારા મનની મંજૂષાની મોંઘી મૂડી;
કોઈ બોલે જ્યાં નામ મારી ખણકે ચૂડી;
મને પાંખો ફૂટે ને હું તો જાઉં ઊંડી.
મનના ગોકુળિયામાં નટખટનું નામ
એને બોલું તો કેમ કરી બોલું?......
વ્હાલપનું નામ એ તો મધમીઠું નામ
એને બોલું તો કેમ કરી બોલું?...….…
whalapanun nam e to madhmithun nam
ene bolun to kem kari bolun? …
uranun aa dwar e to pritamanun dham
ene kholun to kem kari kholun?
tame bolyan jyan nam hun to bhuli paDi;
hun to shamnanman kyank kyank ghumi wali;
are! manthi e nam mithun chumi wali!
sonanun nam marun paDelun nam
ene bolun to kem kari bolun? …
mara manni manjushani monghi muDi;
koi bole jyan nam mari khanke chuDi;
mane pankho phute ne hun to jaun unDi
manna gokuliyaman natakhatanun nam
ene bolun to kem kari bolun?
whalapanun nam e to madhmithun nam
ene bolun to kem kari bolun? … …
whalapanun nam e to madhmithun nam
ene bolun to kem kari bolun? …
uranun aa dwar e to pritamanun dham
ene kholun to kem kari kholun?
tame bolyan jyan nam hun to bhuli paDi;
hun to shamnanman kyank kyank ghumi wali;
are! manthi e nam mithun chumi wali!
sonanun nam marun paDelun nam
ene bolun to kem kari bolun? …
mara manni manjushani monghi muDi;
koi bole jyan nam mari khanke chuDi;
mane pankho phute ne hun to jaun unDi
manna gokuliyaman natakhatanun nam
ene bolun to kem kari bolun?
whalapanun nam e to madhmithun nam
ene bolun to kem kari bolun? … …
સ્રોત
- પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 90)
- સંપાદક : દીપક મહેતા
- પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
- વર્ષ : 2008