khelando - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખેલે રે ખેલંદો એકલ આભમાં હો જી;

સૂતા જાગે જાગે સૂતો એહ,

તારાની મટકુંમાં લખલખ હાસતો હો જી;

ચાંદાને ઓશીકે પોઢણહાર

સૂરજને જગાડી લેાકે જાગતો હો જી. પ

નાચંતો દીઠો મેં બાલકઆંખમાં હો જી,

પોખંતો દીઠો મે માને દૂધ,

પ્રેમની તંતૂડી વજાડતો હો જી

ભૂલી સંધી જાણે શુધ ને બુધ;

કેવો સદાનો રહ્યો જાગતો હો જી! ૧૦

ખેડંતો દીઠો રે મેં તો ખેતરો હો જી,

ભાળ્યો અને ભઠ્ઠિયું ભીતરમાંહ્ય;

શેરીએ શેરીએ ટેલ્યું નાંખતો હો જી

અંધાની આંખે, લૂલાંને પાય;

દુખિયાંની વરાળ્યુંમાં વિસામતો હો જી. ૧પ

ધોતો રે જોયો મેં ધોબણધોકણે હો જી,

જોયો એને દુઃખીને અંગાર;

અંધારે એકલડો તંબૂરતો હો જી

તૂટ્યાફૂટયા છો ને ભાસે તાર,

ખેલે રે ખેલંદો એકલ અંતરે હો જી. ર૦

બાળાં ને ભોળાંની સૂતો સોડ્યમાં હો જી

જોયો એને લખલખ વાર;

ઘેલાં ને ડાહ્યાંની જમાતમાં હો જી.

જોયો એનો છૂપો મેં સંચાર;

બળ્યાં ને જળ્યાંને દિલે જંપતો હો જી. રપ

જોયો એને ભયને ભેંકારતો હો જી

જોયા એના વીજળિયા ચમકાર;

ગગને જોયો મેં એને હાસતો હો જી

સાંભળિયા મેં ધીરા શા ધબકાર;

પ્રાણુને પેટાવી દિશ દિશ પાઢતો હો જી. ૩૦

સ્રોત

  • પુસ્તક : ઇન્દ્રધનુ (પૃષ્ઠ ક્રમાંક 183)
  • સર્જક : સુંદરજી ગો. બેટાઈ
  • પ્રકાશક : આર. આર. શેઠ કંપની
  • વર્ષ : 1939