aapne ja - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આપણે જ

aapne ja

તેજસ દવે તેજસ દવે
આપણે જ
તેજસ દવે

આપણે આપણું મનગમતું નામ કદી

હોઠ લગી આવવા ના દીધું

આપણે પાણીના પરપોટે સંબંધો-

બાંધવાનું કામ લઈ લીધું...

આપણે જ...

ઊછળતી કૂદતી લાગણીઓ પોતાની

દરિયામાં ઊંડે જઈ જોડતી

સંબંધો રાખવા તો માછલીની જેમ

પાણીને કોઈ દિ ના છોડતી

વારતામાં હુંય છું ને વારતામાં તુંય છેને

મળવાનું તોય નહીં સીધું?

આંસુનું ધોધમાર ચોમાસું આજ તો

આંખોની બહાર ધસી આવતું

તારામાં ઓળધોળ જીવેલા દિવસોને

મારામાં કેમ નથી ફાવતું

એવું મેં પૂછ્યું તોય વીતેલા દિવસોએ

ઉત્તરમાં કંઈ નહીં કીધું.

આપણે જ...

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2014 (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : કિશોરસિંહ સોલંકી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2017