rundhata awkaranun geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રૂંધાતા આવકારનું ગીત

rundhata awkaranun geet

ભાનુપ્રસાદ પંડ્યા ભાનુપ્રસાદ પંડ્યા
રૂંધાતા આવકારનું ગીત
ભાનુપ્રસાદ પંડ્યા

ઉંબરમાં રૂંધાતા મીઠેરા આવકાર

આવતલ, ઉતાવળ્યું પલાણજો!

પાંખડીને જાગી છે ઝંખના પતંગિયાની

વ્હેલું પરભાત ભેળું આણજો!

આંગણે ઊગેલ હોઉં બોરસલ્લી એમ

જાય સુગંધી દંન મારા ખરતા!

અગરુની અમળાતી સોડમમાં આમતેમ

સોણાં મેળાપનાં તરતાં!

ડેલીમાં અકળાતા જોણાની હદમાં બે

મોજડીની છાપ પાડી જાણજો!

ફળિયું ચીતરીને ઊડી જાતા અંકાશ

નથી કપોત ભોળા ઓરતા!

આખા મલકને લાવે મારગ—

નથી અલબેલાં ડગલાંને દોરતા!

ખેંચાણી ખૂખ જાળી પાતળી જુદાઈની

હવે તૂટી જાય એમ એને તાણજો!

ઉબરમાં રૂંધાતા મીઠેરા આવકાર

આવતલ, ઉતાવળ્યું પલાણજો!

સ્રોત

  • પુસ્તક : અડોઅડ (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સર્જક : ભાનુપ્રસાદ પંડ્યા
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1972