રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઊંચે ઊંચે તારકના પલકાર,
નીચે મારા હૈયાના થડકાર,
તેની વચ્ચે મૂંગો મૂંગો વહે છે અંધકાર.
ધીમા ધીમા વાજો આજ સમીર,
સાગર વીરા! લેજે આઘાં નીર,
મારો રે આવે છે વા’લમ હૈયા કેરો હીર.
નીંદર બે’ની, ઘેરીશ ના એ નેન
નહિ દેશો, ફૂલો, સુરભિ-ઘેન,
મારા રે વાલમને આવવા દેજો રે'તાં રેન.
મારા હૈયે કરિયા લાંબા હાથ,
આવીને એ પૂરી કરશે બાથ;
તેની વચ્ચે મૂગો મૂગો વ્હેશે પ્રેમ અતાગ.
unche unche tarakna palkar,
niche mara haiyana thaDkar,
teni wachche mungo mungo wahe chhe andhkar
dhima dhima wajo aaj samir,
sagar wira! leje aghan neer,
maro re aawe chhe wa’lam haiya kero heer
nindar be’ni, gherish na e nen
nahi desho, phulo, surbhi ghen,
mara re walamne aawwa dejo retan ren
mara haiye kariya lamba hath,
awine e puri karshe bath;
teni wachche mugo mugo wheshe prem atag
unche unche tarakna palkar,
niche mara haiyana thaDkar,
teni wachche mungo mungo wahe chhe andhkar
dhima dhima wajo aaj samir,
sagar wira! leje aghan neer,
maro re aawe chhe wa’lam haiya kero heer
nindar be’ni, gherish na e nen
nahi desho, phulo, surbhi ghen,
mara re walamne aawwa dejo retan ren
mara haiye kariya lamba hath,
awine e puri karshe bath;
teni wachche mugo mugo wheshe prem atag
સ્રોત
- પુસ્તક : બારી બહાર (પૃષ્ઠ ક્રમાંક 105)
- સર્જક : પ્રહલાદ પારેખ
- પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
- વર્ષ : 1969