pratiikshaa - Geet | RekhtaGujarati

પ્રતીક્ષા

pratiikshaa

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
પ્રતીક્ષા
રાજેન્દ્ર શાહ

વેકુરે વીળનાં લાગ્યાં વાર :

દૂરના ડ્હોળી દરિયા આવે માલમની મનવાર...

વાવલો મારે વ્હાલસોયો

ઇમ જલના ઘૂઘરબોલ,

હેરિયાં લેતી હોઉં ત્યાં મુને

હરખનો અંઘોળ;

લ્હેરની વાંહે લ્હેરિયું હાલી આવતી હારોહાર...

ભાલમાં જરી લાલ, ને

લગીર આંખમાં આંજી મેશ;

ચીતર્યું ચીની ઓઢણ, એને

ગમતું ઓઢ્યું બેશ.

અડવા મારા અંગની ઉપર નવસેરો શણગાર...

આભની મો'રે ઓળખું એનો

અદકો ઊંચો ડોલ,

દુનિયા બધી આવતી ભેળી

આજ તો મારે મો'લ!

રેણનો મોંઘાં રતને મ્હોરી ઊઠશે રે અંધાર...

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 36)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ