
જ્યારે અંધારાં પથરાય,
ઓ રે ઓ રે ઓ અભાગી, અંધારાં પથરાય;
ત્યારે કોણ વૈરાગી, મહેલને ત્યાગી, વિજનપંથે જાય?
એને ના અંધારા અથડાય?
જ્યારે શેરીઓ સૂની ખાય,
ઓ રે ઓ રે ઓ અભાગી, શેરીઓ સૂની ખાય;
ત્યારે કોણ ઉલ્લાસે, જાણે રાસે રમવા આભે જાય?
એને ના શેરીઓ સૂની ખાય?
જ્યારે વાવાઝોડાં થાય,
ઓ રે ઓ રે ઓ અભાગી, વાવાઝોડાં થાય;
ત્યારે કોણ એ છોડી, નાવડી જોડી, સાગરમધ્યે જાય?
એને ના વાયરા વેરી થાય?
જ્યારે દુનિયા ડૂલી જાય,
ઓ રે ઓ રે ઓ અભાગી, દુનિયા ડૂલી જાય;
ત્યારે કોણ એ વંકો, વિજયડંકો, ઢોલકે દેતો ગાય?
એને ના કાળ શું કોરી ખાય?
jyare andharan pathray,
o re o re o abhagi, andharan pathray;
tyare kon wairagi, mahelne tyagi, wijanpanthe jay?
ene na andhara athDay?
jyare sherio suni khay,
o re o re o abhagi, sherio suni khay;
tyare kon ullase, jane rase ramwa aabhe jay?
ene na sherio suni khay?
jyare wawajhoDan thay,
o re o re o abhagi, wawajhoDan thay;
tyare kon e chhoDi, nawDi joDi, sagarmadhye jay?
ene na wayra weri thay?
jyare duniya Duli jay,
o re o re o abhagi, duniya Duli jay;
tyare kon e wanko, wijayDanko, Dholke deto gay?
ene na kal shun kori khay?
jyare andharan pathray,
o re o re o abhagi, andharan pathray;
tyare kon wairagi, mahelne tyagi, wijanpanthe jay?
ene na andhara athDay?
jyare sherio suni khay,
o re o re o abhagi, sherio suni khay;
tyare kon ullase, jane rase ramwa aabhe jay?
ene na sherio suni khay?
jyare wawajhoDan thay,
o re o re o abhagi, wawajhoDan thay;
tyare kon e chhoDi, nawDi joDi, sagarmadhye jay?
ene na wayra weri thay?
jyare duniya Duli jay,
o re o re o abhagi, duniya Duli jay;
tyare kon e wanko, wijayDanko, Dholke deto gay?
ene na kal shun kori khay?



સ્રોત
- પુસ્તક : પરિવંદના (પૃષ્ઠ ક્રમાંક 57)
- સર્જક : સોમાભાઈ ભાવસાર
- પ્રકાશક : શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર
- વર્ષ : 1976