રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપ્રેમળ જ્યોતિ તારો દાખવી
મુજ જીવન-પંથ ઉજાળ. (ધ્રુવ.)
દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,
મારો જીવન-પંથ ઉજાળo
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય,
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય.
આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર,
આપ-બળે માર્ગ જોઈને ચાલવા હામ ધરી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર.
ભભકભર્યાં તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષોને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ.
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની સેર.
કર્દમભૂમિ કળણભરેલી, તે ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર.
રજની જશે ને પ્રભાત ઊજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્ય ગણોનાં વદન મનોહર મારે હૃદય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયાં હતાં ક્ષણવાર.
premal jyoti taro dakhwi
muj jiwan panth ujal (dhruw )
door paDyo nij dhamthi hun ne ghere ghan andhar,
marg sujhe naw ghor rajniman, nij shishune sambhal,
maro jiwan panth ujalo
Dagamagto pag rakh tun sthir muj, door najar chho na jay,
door marg jowa lobh lagir na, ek Dagalun bas thay,
mare ek Dagalun bas thay
aj lagi rahyo garwman hun ne magi madad na lagar,
ap bale marg joine chalwa ham dhari mooDh baal,
hwe magun tuj adhar
bhabhakbharyan tejthi hun lobhayo, ne bhay chhatan dharyo garw,
wityan warshone lop smaranthi skhalan thayan je sarw,
mare aaj thaki nawun parw
tara prbhawe nibhawyo mane prabhu aaj lagi prembher,
nishche mane te sthir paglethi chalwi pahonchaDshe gher,
dakhwi premal jyotini ser
kardambhumi kalanabhreli, te giriwar keri karaD,
dhasamasta jal kera prwaho, sarw watawi kripal,
mane pahonchaDshe nij dwar
rajni jashe ne parbhat ujalshe, ne smit karshe premal,
diwya ganonan wadan manohar mare hriday wasyan chirkal,
je mein khoyan hatan kshanwar

સ્રોત
- પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 1 (પૃષ્ઠ ક્રમાંક 61)
- સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
- પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
- વર્ષ : 1973