hari, hun aDdhopaDdho jagun - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હરિ, હું અડધોપડધો જાગું

hari, hun aDdhopaDdho jagun

અંકિત ત્રિવેદી અંકિત ત્રિવેદી
હરિ, હું અડધોપડધો જાગું
અંકિત ત્રિવેદી

હરિ, હું અડધોપડધો જાગું

તને શોધવા ક્યાં સુધી હું મારામાંથી ભાગું?

ઝળઝળિયાનો રસ્તો

એમાં કાગળની છે હોડી

તને પામવા મારી અંદર

કરતો દોડાદોડી

હરિ, તને હું કોઈ દિવસ નહીં રાધા જેવો લાગું?

તેં ઘડી, ને તેં તપાવી

તેથી ઝળહળ કાયા

તેં પૂર્યા છે રંગો એમાં

તેં પૂર્યા પડછાયા.

મારી ચુપકીદી તું સમજે બસ એટલું માંગું!

સ્રોત

  • પુસ્તક : ગીતપૂર્વક (પૃષ્ઠ ક્રમાંક 80)
  • સર્જક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2011