રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદોરોને ગુરુજી! મને એવે રે મલક જહીં
ખૂટલ ખલકનો ન ઓછાયો હો જી!
પ્રીત કર્યા પછી જહીં પડદા ઢળાયા ન હો,
આચાર ન દંભથી જ્યાં છોવાયો હો જી!
દોરોને ગુરુજી! મને એવે રે મલક જહીં
ઝૂલવાને વાયુ કેરાં પારણાં હો જી!
ઉષા ને સન્ધ્યાના જહીં ક્ષણજીવી રંગ નહીં,
કાળનાં જ્યાં અખંડ ઓવારણાં હો જી!
દોરોને ગુરુજી! મને એવે રે મલક જહીં
જુદી જુદી હદુંના ન નિશાણો હો જી!
સળંગ બિછાવ્યો જહીં અભેદનો બૂંગણ ને
માથે રામ-તંબુ એક તણાણો હો જી!
dorone guruji! mane ewe re malak jahin
khutal khalakno na ochhayo ho jee!
preet karya pachhi jahin paDda Dhalaya na ho,
achar na dambhthi jyan chhowayo ho jee!
dorone guruji! mane ewe re malak jahin
jhulwane wayu keran parnan ho jee!
usha ne sandhyana jahin kshanjiwi rang nahin,
kalnan jyan akhanD owarnan ho jee!
dorone guruji! mane ewe re malak jahin
judi judi hadunna na nishano ho jee!
salang bichhawyo jahin abhedno bungan ne
mathe ram tambu ek tanano ho jee!
dorone guruji! mane ewe re malak jahin
khutal khalakno na ochhayo ho jee!
preet karya pachhi jahin paDda Dhalaya na ho,
achar na dambhthi jyan chhowayo ho jee!
dorone guruji! mane ewe re malak jahin
jhulwane wayu keran parnan ho jee!
usha ne sandhyana jahin kshanjiwi rang nahin,
kalnan jyan akhanD owarnan ho jee!
dorone guruji! mane ewe re malak jahin
judi judi hadunna na nishano ho jee!
salang bichhawyo jahin abhedno bungan ne
mathe ram tambu ek tanano ho jee!
સ્રોત
- પુસ્તક : વનશ્રી (પૃષ્ઠ ક્રમાંક 18)
- સર્જક : દેવજી રા. મોઢા
- પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
- વર્ષ : 1963