mari ankhe khobe khobe ubhrata ansuni sakhe - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારી આંખે ખોબે ખોબે ઉભરાતા આંસુની સાખે

mari ankhe khobe khobe ubhrata ansuni sakhe

ચંદ્રેશ મકવાણા ચંદ્રેશ મકવાણા
મારી આંખે ખોબે ખોબે ઉભરાતા આંસુની સાખે
ચંદ્રેશ મકવાણા

મારી આંખે ખોબે ખોબે ઉભરાતા આંસુની સાખે

મંદ મંદ મુસકાતા કોમળ ફૂલ અને ફુવ્વારા વચ્ચે

તને કદી મેં ચાહીતી વાત મને બહુ યાદ નથી

કાલ કદી ઝરણાના જળમાં

રોપેલા તરણાના તળમાં

કાલ કદી વીજળીની માફક

માણેલી ઝળહળતી પળમાં

ફળીયું, ઘર-ખેતરને રસ્તા સીમ અને શેઢાની સાખે

સંધ્યા ટાણે રંગ બદલતા તેજ અને અંધારા વચ્ચે

તને કદી મેં ચાહીતી વાત મને બહું યાદ નથી

કાલ કદી ઘરઘત્તા રમતા

દીવસોને લીંપી આંગણમાં

કાલ કદી ઝળહળ જોબનની

ઘડીઓને વીંઝી ગોફણમાં

આપણ બેએ ફાંટ ભરીને વાઢેલા વગડાની સાખે

પાંપણમાં પોઢેલા પેલા મુઠ્ઠીભર મુંઝારા વચ્ચે

તને કદી મેં ચાહીતી વાત મને બહુ યાદ નથી

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.