રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
મ્હેણું!
mhenun!
સંજુ વાળા
Sanju Vala
વ્હાલે માર્યું જબરું મ્હેણું!
મને કહે : તું ખમતીધર, હું તારા પગની રેણું
ચંદ્રકિરણની લૂમ કહી ઉજમાળી અરધી કાળપ
અરધી રહી તે નઝરટીલડી થઈ ચોંટી ગઈ ચપ
પામી કાંચનયોગ હરખતું હું માટીનું ગ્હેણું
વ્હાલે, માર્યું જબરું મ્હેણં!
અદેખાઈથી બળી-ઝળીને થૈ સખીઓ અધમૂઈ
સમૂહમાંથી જ્યારે ચૂંટી મને કહીને જૂઈ
જીવતરની ચુંદડીએ ટાંક્યું રતન મહા લાખેણું
વ્હાલે, માર્યું, જબરું મ્હેણું!
સ્રોત
- પુસ્તક : અદેહી વીજ (પૃષ્ઠ ક્રમાંક 22)
- સર્જક : સંજુ વાળા
- પ્રકાશક : AKILA INDIA PUBLICATIONS
- વર્ષ : 2022