tame tahukyan ne - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તમે ટહુક્યાં ને

tame tahukyan ne

ભીખુ કપોડીયા ભીખુ કપોડીયા
તમે ટહુક્યાં ને
ભીખુ કપોડીયા

તમે ટહુક્યાં ને આભ મને ઓછું પડ્યું...

ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે

આખું ગગન મારું ઝોલે ચડયું...

લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ

જેમ ઊજળી કો સારસની જોડ,

પાંખનો હેલાર લઈ પાંપણિયે, ઉર મારું

વાંસળીને જોડ માંડે હોડ...

તરસ્યાં હરણાંની તમે પરખી આરત

ગીત છોડ્યું કે કુંજમાંથી ઝરણું દડ્યું...

મોરનાં તે પીંછાંમાં વગડાની આંખ લઈ

નીરખું નીરખું કોઈ ક્યાંય,

એવી વનરાઈ હવે ફાલી સોનલ ક્યાંય

તડકાની લ્હાય નહીં ઝાંય.

રમતીલી લ્હેરખીને મારગ ક્યાં...ય

વન આખું રે લીલેરા બોલે મઢ્યું...

સ્રોત

  • પુસ્તક : – અને ભૌમિતિકા (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : ભીખુ કપોડિયા
  • પ્રકાશક : ચંદ્રમૌલિ પ્રકાશન
  • વર્ષ : 1988