રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઊંચી ઊંચી ડાળના લીંબડા, હો ભાઈ!
ઊંચી ઊંચી ડાળના, હો લીંબડા!
મારે તું વિના ન કોઈની સગાઈ રે.
જેલનાં જીવન એવાં.
લાખ લાખ પાંદ તારી આંખડી, હો ભાઈ!
લાખ લાખ પાંદ તારી આંખડી;
મારા ગામ તણી સીમડી કળાય રે? -જેલનાં.
મહીસાગર તીર મારાં ખોરડાં, હો ભાઈ!
મહીસાગર નીર મારાં ખોરડાં;
એની ઓસરીએ ચાંદની ચળાય રે. -જેલનાં
ઘરની ધણિયાણી મારી ફાતમા, હો ભાઈ!
ઘરની ધણિયાણી બીબી ફાતમા;
જોજે, ખેતર ગૈ છે કે કૂબામાંય રે. -જેલનાં.
કાસદ કરી મેલ્ય એક કાગડો, હો ભાઈ!
કાસદ દઈ મેલ્ય કાળો કાગડો;
મને એક વાર હળીમળી જાય રે. -જેલનાં.
ત્રણ ત્રણ મહિનાની મુલાકાત છે, હો ભાઈ!
ત્રણ ત્રણ મહિનાની મુલાકાત છે;
ઝીણી જાળીઓ આડેથી વાતો થાય રે. -જેલનાં.
કે’જે સિવડાવે નવાં પગરખાં, હો ભાઈ!
કે’જે સિવડાવે નવાં પગરખાં;
એના તળિયામાં રૂપિયા રખાય રે. -જેલનાં.
રૂપિયો દેવો પડે સિપાઈને, હો ભાઈ!
રૂપિયો દેવો પડે સિપાઈને;
નથી દેતા તો ચામડાં ચિરાય રે. -જેલનાં.
પંદર ‘મીલેટ’ના મેળાપ છે, હો ભાઈ!
પંદર ‘મીલેટ’ના મેળાપ છે;
ભૂંડી! જાળવજે, રોઈ ના જવાય રે. -જેલનાં.
રોશું તો પડશે મને ધોકલાં, હો ભાઈ!
રોશું તો પડશે ધિંગા ધોકલા;
તારી નજરું સામે એ નૈ સહાય રે. -જેલનાં.
મરિયમ નાની છે મારી દીકરી, હો ભાઈ!
મરિયમ નામે છે ડાહી દીકરી;
એને કે'જે જાળીને ન અડકાય રે. -જેલનાં.
મરિયમની કૂણી કૂણી આંગળી, હો ભાઈ!
મરિયમની કૂણી કૂણી આંગળી;
એને ટેરવે અડું તો સજા થાય રે. -જેલનાં.
મરિયમને દૂરથી બકા કરું, હો ભાઈ!
મરિયમને દૂરથી બકા કરું;
તો તો જેલર ખારો થઈ ખિજાય રે. -જેલનાં.
પૂછીશ ના સુખ:દુખની વાતડી, હો ભાઈ!
પૂછીશ મા ભીતરની વાતડી;
મારાં માફી નાં દનૈયાં કપાય રે. -જેલનાં.
બરધિયાને કાંધ હવે કેમ છે, હો ભાઈ!
(મારા) બરધિયાને કાંધ હવે કેમ છે?
રે’તા ભૂખ્યા કે રાતના ધરાય રે. -જેલનાં.
અરધાં ભૂખ્યાં તમે ભલે રહો, હો ભાઈ!
અરધાં ભૂખ્યાં તમે ભલે રહો;
મારા બરધિયાની સાર લ્યો સવાઈ રે. -જેલનાં.
વેચો વળીઓ ને વેચો વાંસડા, હો ભાઈ!
વેચો વળીયો ને વેચો વાંસડા;
મારા બરધિયાને વરસ બે જિવાડ રે. -જેલનાં.
ફટકા-ફાંસીનું શીખું કામ જો હું, ભાઈ!
ફટકા-ફાંસીનું બૂરું કામ જો;
વધે માફી, વળી રૂપૈયા રળાય રે. -જેલનાં.
(પણ) બદનામી થાય આખી જેલમાં હો ભાઈ!
બદનામી થાય આખી જેલમાં;
પીર દાવલશા સોણલે ભળાય રે. -જેલનાં.
ઘોળી માફી ને ઘોળ્યા રૂપિયા, હો ભાઈ!
ઘોળી માફી ને ઘોળ્યા રૂપિયા;
વરસ બે તો વહી જાશે પલકમાંય રે. -જેલનાં.
(1931)
unchi unchi Dalna limbDa, ho bhai!
unchi unchi Dalna, ho limbDa!
mare tun wina na koini sagai re
jelnan jiwan ewan
lakh lakh pand tari ankhDi, ho bhai!
lakh lakh pand tari ankhDi;
mara gam tani simDi kalay re? jelnan
mahisagar teer maran khorDan, ho bhai!
mahisagar neer maran khorDan;
eni osriye chandni chalay re jelnan
gharni dhaniyani mari phatma, ho bhai!
gharni dhaniyani bibi phatma;
joje, khetar gai chhe ke kubamanya re jelnan
kasad kari melya ek kagDo, ho bhai!
kasad dai melya kalo kagDo;
mane ek war halimli jay re jelnan
tran tran mahinani mulakat chhe, ho bhai!
tran tran mahinani mulakat chhe;
jhini jalio aDethi wato thay re jelnan
ke’je siwDawe nawan pagarkhan, ho bhai!
ke’je siwDawe nawan pagarkhan;
ena taliyaman rupiya rakhay re jelnan
rupiyo dewo paDe sipaine, ho bhai!
rupiyo dewo paDe sipaine;
nathi deta to chamDan chiray re jelnan
pandar ‘milet’na melap chhe, ho bhai!
pandar ‘milet’na melap chhe;
bhunDi! jalawje, roi na jaway re jelnan
roshun to paDshe mane dhoklan, ho bhai!
roshun to paDshe dhinga dhokla;
tari najarun same e nai sahay re jelnan
mariyam nani chhe mari dikri, ho bhai!
mariyam name chhe Dahi dikri;
ene keje jaline na aDkay re jelnan
mariyamni kuni kuni angli, ho bhai!
mariyamni kuni kuni angli;
ene terwe aDun to saja thay re jelnan
mariyamne durthi baka karun, ho bhai!
mariyamne durthi baka karun;
to to jelar kharo thai khijay re jelnan
puchhish na sukhahadukhni watDi, ho bhai!
puchhish ma bhitarni watDi;
maran maphi nan danaiyan kapay re jelnan
baradhiyane kandh hwe kem chhe, ho bhai!
(mara) baradhiyane kandh hwe kem chhe?
re’ta bhukhya ke ratna dharay re jelnan
ardhan bhukhyan tame bhale raho, ho bhai!
ardhan bhukhyan tame bhale raho;
mara baradhiyani sar lyo sawai re jelnan
wecho walio ne wecho wansDa, ho bhai!
wecho waliyo ne wecho wansDa;
mara baradhiyane waras be jiwaD re jelnan
phatka phansinun shikhun kaam jo hun, bhai!
phatka phansinun burun kaam jo;
wadhe maphi, wali rupaiya ralay re jelnan
(pan) badnami thay aakhi jelman ho bhai!
badnami thay aakhi jelman;
peer dawalsha sonle bhalay re jelnan
gholi maphi ne gholya rupiya, ho bhai!
gholi maphi ne gholya rupiya;
waras be to wahi jashe palakmanya re jelnan
(1931)
unchi unchi Dalna limbDa, ho bhai!
unchi unchi Dalna, ho limbDa!
mare tun wina na koini sagai re
jelnan jiwan ewan
lakh lakh pand tari ankhDi, ho bhai!
lakh lakh pand tari ankhDi;
mara gam tani simDi kalay re? jelnan
mahisagar teer maran khorDan, ho bhai!
mahisagar neer maran khorDan;
eni osriye chandni chalay re jelnan
gharni dhaniyani mari phatma, ho bhai!
gharni dhaniyani bibi phatma;
joje, khetar gai chhe ke kubamanya re jelnan
kasad kari melya ek kagDo, ho bhai!
kasad dai melya kalo kagDo;
mane ek war halimli jay re jelnan
tran tran mahinani mulakat chhe, ho bhai!
tran tran mahinani mulakat chhe;
jhini jalio aDethi wato thay re jelnan
ke’je siwDawe nawan pagarkhan, ho bhai!
ke’je siwDawe nawan pagarkhan;
ena taliyaman rupiya rakhay re jelnan
rupiyo dewo paDe sipaine, ho bhai!
rupiyo dewo paDe sipaine;
nathi deta to chamDan chiray re jelnan
pandar ‘milet’na melap chhe, ho bhai!
pandar ‘milet’na melap chhe;
bhunDi! jalawje, roi na jaway re jelnan
roshun to paDshe mane dhoklan, ho bhai!
roshun to paDshe dhinga dhokla;
tari najarun same e nai sahay re jelnan
mariyam nani chhe mari dikri, ho bhai!
mariyam name chhe Dahi dikri;
ene keje jaline na aDkay re jelnan
mariyamni kuni kuni angli, ho bhai!
mariyamni kuni kuni angli;
ene terwe aDun to saja thay re jelnan
mariyamne durthi baka karun, ho bhai!
mariyamne durthi baka karun;
to to jelar kharo thai khijay re jelnan
puchhish na sukhahadukhni watDi, ho bhai!
puchhish ma bhitarni watDi;
maran maphi nan danaiyan kapay re jelnan
baradhiyane kandh hwe kem chhe, ho bhai!
(mara) baradhiyane kandh hwe kem chhe?
re’ta bhukhya ke ratna dharay re jelnan
ardhan bhukhyan tame bhale raho, ho bhai!
ardhan bhukhyan tame bhale raho;
mara baradhiyani sar lyo sawai re jelnan
wecho walio ne wecho wansDa, ho bhai!
wecho waliyo ne wecho wansDa;
mara baradhiyane waras be jiwaD re jelnan
phatka phansinun shikhun kaam jo hun, bhai!
phatka phansinun burun kaam jo;
wadhe maphi, wali rupaiya ralay re jelnan
(pan) badnami thay aakhi jelman ho bhai!
badnami thay aakhi jelman;
peer dawalsha sonle bhalay re jelnan
gholi maphi ne gholya rupiya, ho bhai!
gholi maphi ne gholya rupiya;
waras be to wahi jashe palakmanya re jelnan
(1931)
સ્રોત
- પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 112)
- સંપાદક : જયંત મેઘાણી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1997