રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપરપોટો પાણીમાં મૂંઝાય હો, ખલાસી....
પાણીમાં મૂંઝાય હો રે
પાણીથી મૂંઝાય હો રે
પાણીમાંથી કેમ કરી અળગા થવાય...
પાણીથી બંધાણું એનું પોત, હો ખલાસી
અને પાણીમાં છપાણું એનું નામ
સામું ગામ પરપોટા સોંસરું દેખાય
અને પરપોટો ખૂંત્યો અહીં આમ
અરે, પાણીમાં રહેવાં ને પાણીમાં ન રહેવાય. -પરપોટો.
પાણીમાં દેખાય આખું આભ, હો. ખલાસી
એમાં કેમ કરી ઊડવા જવાય
પાંગળા તરાપા અને હોડીયું ય પાંગળી
કે પાણીમાં તો એ ય બૂડે, ભાઈ...
અરે, પરપોટો કેવો રે નોધારો ફૂટી જાય. –પરપોટો.
parpoto paniman munjhay ho, khalasi
paniman munjhay ho re
panithi munjhay ho re
panimanthi kem kari alga thaway
panithi bandhanun enun pot, ho khalasi
ane paniman chhapanun enun nam
samun gam parpota sonsarun dekhay
ane parpoto khuntyo ahin aam
are, paniman rahewan ne paniman na raheway parpoto
paniman dekhay akhun aabh, ho khalasi
eman kem kari uDwa jaway
pangla tarapa ane hoDiyun ya pangli
ke paniman to e ya buDe, bhai
are, parpoto kewo re nodharo phuti jay –parpoto
parpoto paniman munjhay ho, khalasi
paniman munjhay ho re
panithi munjhay ho re
panimanthi kem kari alga thaway
panithi bandhanun enun pot, ho khalasi
ane paniman chhapanun enun nam
samun gam parpota sonsarun dekhay
ane parpoto khuntyo ahin aam
are, paniman rahewan ne paniman na raheway parpoto
paniman dekhay akhun aabh, ho khalasi
eman kem kari uDwa jaway
pangla tarapa ane hoDiyun ya pangli
ke paniman to e ya buDe, bhai
are, parpoto kewo re nodharo phuti jay –parpoto
સ્રોત
- પુસ્તક : છ અક્ષરનું નામ (પૃષ્ઠ ક્રમાંક 288)
- સર્જક : રમેશ પારેખ
- પ્રકાશક : પ્રવીણ પબ્લિકેશન
- વર્ષ : 2014
- આવૃત્તિ : 6