pankhiDane aa pinjarun junun junun lage - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે

pankhiDane aa pinjarun junun junun lage

અવિનાશ વ્યાસ અવિનાશ વ્યાસ
પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે
અવિનાશ વ્યાસ

પંખીડાને પીંજરું જૂનું જૂનું લાગે,

બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે.

ઊમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો,

અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો;

અણદીઠે દેશ જાવા લગન એને લાગે,

બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે. પંખીડાને.

સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો,

હીરે જડેલ વીંજણો મોતીનો મોંઘા અણમૂલો;

પાગલ ના બનીએ ભેરુ કોઈના રંગ લાગે,

બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે. પંખીડાને.

સ્રોત

  • પુસ્તક : તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે... (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સર્જક : અવિનાશ વ્યાસ
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2012