khulyan ajayab talan - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખૂલ્યાં અજાયબ તાળાં

khulyan ajayab talan

નિરંજન રાજ્યગુરુ નિરંજન રાજ્યગુરુ
ખૂલ્યાં અજાયબ તાળાં
નિરંજન રાજ્યગુરુ

અવકાશ બીતરનો અને અવકાશ ચોગરદમ રમે,

અવકાશની અંદર ખૂલે તાળાં અજાયબ સમે.

અણખૂટ ધારા રેશમી પીડા તણી ઝીલી રહું,

નિમીલિત નેણાં નીરખતાં કીડી બિચારી ક્યાં ભમે.

હો મીન મારગ કે થયો પંખી તણો પંથી સખા!

તન તુમ્બડામાં રસ અહોનિશ ઝરમરે ને ઝમઝમે.

અવકાશ ભીતરનો અને અવકાશ ચોગરદમ રમે,

અવકાશની અંદર ખૂલે તાળાં અજાયબ સમે.

ફૂંક કોની, કોણ વાગે, કોમ સુનતા, કોણ બકતા

કોણ કોને કરગરે? અવકાશ આખો ધમધમે.

ભીતરી ભંડાર ભાળી, ચકિત ને ચકચૂર થ્યો,

શું ભાસ છે આભાસ છે? ઢોલ અનહદ ઢમઢમે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2014 (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : કિશોરસિંહ સોલંકી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2017