ekalun - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નભમાં ઊગે છે નવલખ તારલા, અગણિત સિંધુતરંગ,

ડાળે ડાળે વનમાં ફૂલડાં, માળે ગાયે વિહંગ;

શાને રે લાગે તોયે એકલું;

સ્મૃતિ રે અંતર મારે લાખ છે, આશા કેરો પાર,

પડી રે હૈયું જયારે એકલું ત્યારે સંગ દેનાર;

તોય રે લાગે આજે એકલું!

ઊભી રે ધરણી મારી પાસમાં, ઉપર આભ અપાર;

વાયુ રે નિત્યે વીંટી રે’ મને, આખું વિશ્વ વિરાટ;

નાના રે હૈયાને લાગે એકલું!

કોઈ રે આવી કોઈ વહી ગયું, મારે અંતરને દ્વાર;

કોઈ રે ગાઈ મૂંગું રહી ગયું, છાયો રે ઉરમાં સૂનકાર;

એવું રે લાગે આજે એકલુ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઉર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983