ajwalanun moti - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અજવાળાનું મોતી

ajwalanun moti

મહેન્દ્ર જોશી મહેન્દ્ર જોશી
અજવાળાનું મોતી
મહેન્દ્ર જોશી

કોઈ તિમિરને દરિયે જઈને ફીણ સમું શું જોતી?

આવ તને પહેરાવી દઉં અજવાળાનું મોતી!

સ્હેજ અચાનક અડક્યો ને એકાંત ગયું રે તૂટી

ખિલખિલ કરતી ભાષાની કળીઓને અમથી ચૂંટી

પોઠ ભરેલી આંખોને મેં લૂંટી સપના સોંતી

આવ તને પહેરાવી દઉં અજવાળાનું મોતી!

કોણ કહે છે જંગલ આખ્ખું ભરચક્ક પથ્થર પંખી

છોડ અરે જંગલ-બંગલ આભ સમું કૈં ઝંખી

કોઈ મળેલા પીંછમાં પંખીના ટહુકા ગોતી

આવ તને પહેરાવી દઉં અજવાળાનુ મોતી!

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 476)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2021
  • આવૃત્તિ : 2