રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસાવ ઉછીના પાણી
દરિયા તારી પાસે નહીંતર હતી પાઈ ક્યાં કાણી?
સાવ ઉછીના પાણી
ફીણ અને મોજાથી નહીંતર હાલે કારોબાર?
સારું છે કે હજી'ય નદીયું ચૂકવે કંઈક ઉધાર
કોણ સાંભળે નહીંતર તારી ઘૂઘવતી આ વાણી?
સાવ ઉછીના પાણી
પોણે ભાગે દબાણ તારું કોઈ કદી ના સાંખે
એ તો ધરતી માતા છે કે માન નદીનું રાખે
આખો'દી માથા ફોડે ને કોડીની જ કમાણી?
સાવ ઉછીના પાણી
કાંઠે આવેલા તરસ્યા ની ક'દી બુઝાણી પ્યાસ?
મીઠી નદીઓ પી પી ને પણ દિમાગમાં ખારાશ?
કહે કદી તારામાં ફૂટી મધમીઠ્ઠી સરવાણી?
સાવ ઉછીના પાણી
saw uchhina pani
dariya tari pase nahintar hati pai kyan kani?
saw uchhina pani
pheen ane mojathi nahintar hale karobar?
sarun chhe ke hajiya nadiyun chukwe kanik udhaar
kon sambhle nahintar tari ghughawti aa wani?
saw uchhina pani
pone bhage daban tarun koi kadi na sankhe
e to dharti mata chhe ke man nadinun rakhe
akhodi matha phoDe ne koDini ja kamani?
saw uchhina pani
kanthe awela tarasya ni kadi bujhani pyas?
mithi nadio pi pi ne pan dimagman kharash?
kahe kadi taraman phuti madhmiththi sarwani?

સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ